Skip to content

revenueshala.com

ગુજરાત જમીન કાયદા અને પરીક્ષા માર્ગદર્શન

Menu
  • Disclaimer
Menu

મહેસુલ વિભાગના પરિપત્રથી હંગામી બિનખેતી થયેલ જમીનમાં હક્કપત્રક નોંધ દાખલ કરવાની કાર્યપદ્ધતિ માં સુધારો

Posted on June 9, 2026

મહેસુલ વિભાગના તા.૧૬/૧૦/૨૦૨૩ ના પરિપત્ર ક્રમાંક : બખપ/૧૦૨૦૨ર/ઓએમઆર-૨૪/ક (લીઝ) માં તા.૨૫/૦૮/૨૦૨૫ થી સુધારો

તા. ૧૬/૧૦/૨૦૨૩ ના પરિપત્રના મુદા નંબર ૮ મુજબ પરિશિષ્ટ-(૬) મુજબના હુકમની (લીઝ આપનારનું નામ,લીઝ લેનારનું નામ, લીઝનો સમયગાળૉ વગેરેબાબતોનો સ્પષ્ટ ઉલ્લેખસહિત) નોંધ ગામ.ન.નં૬માં કરવાની રહેશે અનેતે નોંધ નિયમાનુસાર પ્રમાણિત થયેથીગામન.નં.૭ માં બીજા હક્કમાં“ લીઝથી ધારણ કરનાર અરજદાર/કંપની/અન્યને૩૦ વર્ષ માટે રીન્યુએબલ એનર્જી/સોલાર ઉર્જા ઉત્પાદન માટે હંગામી બિનખેતી પરવાનગી આપવામાં આવેલ છે.” તેવો ઉલ્લેખ કરવાનો રહેશે.અને ગામ ન.નં.૭ તથા ગામ ન.નં.૬ માં વારસાઇ/બોજા હક્ક દાખલ/બોજા કમી સિવાયના તબદીલી/વેચાણ/હેતુફેરને લગતાં મ્યુટેશન હંગામી બિનખેતીના સમયગાળા સુધી સ્થગિત કરી દેવાના રહેશે. મહેસુલી રેકર્ડમાં જમીનના કાયદેસરના ધારણકર્તા તરીકે મુળ લીઝ આપનાર ખેડુત જ યથાવત રહેશે.

તા.૨૫/૦૮/૨૦૨૫ થી સુધારો થયા મુજબ

પરિપત્રના મુદ્દા નં.૮ માં નિમ્નલિખિત હુકમોની ગામ ન.નં.૭ તથા ગામ ન.નં.૬ માં અસર આપવા બાબતે નોંધ દાખલ કરી શકાશે તેવી જોગવાઇ કરવામાં આવે છે:

અ) લીઝ રદ/લીઝ પૂર્ણ થવાના કિસ્સામાં સક્ષમ અધિકારીશ્રી દ્વારા હંગામી બિનખેતી રદ કરવા અંગેના હુકમની નોંધ દાખલ કરી શકાશે.
બ) સંપૂર્ણ ક્ષેત્રફળમાંથી પૈકી ક્ષેત્રફળમાં હંગામી બિનખેતી આપવામાં આવેલ હોય તેવા કિસ્સામાં ખાતેદાર ઈચ્છે તો બાકીની રહેતી ખેતીલાયક જમીનના નિયમાનુસારની પ્રક્રિયાથી પાનીયા અલગ કરાવી તેની અસર આપવા નોંધ દાખલ કરી શકાશે.
ક) RTS / ગુજરાત સરકાર પક્ષે કરેલા સંપાદનના હુકમની નોંધ/ નામ. કોર્ટ દ્વારા અપાયેલ ચુકાદાને અસર આપતી નોંધ બીજા હક્કમાં દાખલ કરી શકાશે.

ટૂંકમાં તા.૨૫/૦૮/૨૦૨૫ પરિપત્રમાં ઉપર દર્શાવ્યા મુજબની નોંધો દાખલ કરી શકાશે.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

©2026 revenueshala.com | Design: Newspaperly WordPress Theme